હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 28 અને 29 તારીખે 43 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે મે માસની શરૂઆતમાં પ્રિમોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની આગાહી કરી છે.અખતરીજની આસપાસ પ્રિમોન્સેશન એક્ટિવિટી વધવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
વરસાદની આગાહી
અંબાલાલ પટેલે ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ સાથે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. 24 કલાક બાદ ફરી હવામાન સુકાવાની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આરબ દેશો, દુબઈ ઓમાન વગેરે દેશોમાં 29મી આસપાસ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ઓમાન દુબઈમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેની અસરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત આવે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, પ્રીમોન્સુન પ્રવૃત્તિ ૨૯ એપ્રિલથી અને મે મહિનાની શરૂઆતમાં અંધી વંટોળથી શરૂ થવાની સંભાવના છે.
ચોમાસાને લઈને સારા સંકેત
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પશ્ચિમ પશ્ચિમી વિક્ષોભની તીવ્ર અસર દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં દેખાવા લાગી શકે છે. અરબી સમુદ્રમાં હાલ તાપમાન નીચું હોવાથી તોફાનની કોઈ શક્યતા નથી. પરંતુ મે મહિનામાં દરિયાનું તાપમાન વધવાની શક્યતા છે.ગંગા અને જમુનાના મેદાનોમાં ગરમી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ધીમે ધીમે 48 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જે ચોમાસાને લઈને સારા સંકેત માનવામાં આવે છે. પશ્ચિમ હિંદ મહાસાગર પણ ગરમ રહેવાની સંભાવના છે. હવે ઉપરવાસના પવનો સાનુકૂળ બનતાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળી શકે છે.
યાર્ડના ભાવ જાણવા નામ ઉપર ક્લિક કરો
ગુજરાત ના બીજા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ,તેમજ ખેતી ની નવી પદ્ધતિઓ, ખેતી ના સમાચાર તેમજ ખેતીની દુનિયામાં આગળ રહેવા માટે અન્ય ખેતીની માહિતી મેળવવા માત્ર ખેડૂત માટેના “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં જોડવા વિનંતી.
આ બીજા વિષયો જરૂર વાંચો
જાણો આજના વાયદા બજારના ભાવ 👉 | |
બાગાયતી યોજના 2024-25 👉 | અહીંયા ક્લિક કરો |
પીએમ સૂર્ય ઘર યોજના 👉 | અહીંયા ક્લિક કરો |
સૂર્ય શક્તિ કિસાન યોજના 2024 👉 | અહીંયા ક્લિક કરો |
ગ્રીનહાઉસ ટેકનોલોજી 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેઈજ 👉 | અહીંયા ક્લિક કરો |