Last updated on March 31st, 2024 at 11:46 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટીની બેઠકમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સમિતિએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને આ અંતર્ગત ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. દેશમાં ડુંગળીના વધતા ભાવને રોકવા માટે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તેની ડેડલાઈન 31 માર્ચ 2024 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ પ્રતિબંધને ડેડલાઈન પૂરી થતા પહેલા હટાવી લેવામાં આવ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી મંત્રી સમિતિની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. પ્રતિબંધ હટાવવા પાછળનાં કારણોનો ઉલ્લેખ કરતાં સરકાર દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સ્ટોકને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય ગૃહમંત્રીને ડુંગળીના ખેડૂતોની સ્થિતિથી અવગત કરાવ્યા હતા, જે બાદ ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી
આ પહેલાના ઘણા અહેવાલોમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની યોજના બનાવી રહી છે. તેનું મુખ્ય કારણ ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ડુંગળી સહિત અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો હતો. હવે કેન્દ્રીય કેબિનેટ કમિટીએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેતા 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. આ સાથે બાંગ્લાદેશમાં પણ 50 હજાર ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે.
ડુંગળીના સૌથી મોટા નિકાસકાર ભારતમાં ભાવ વધારા વચ્ચે ડુંગળી એક્સપોર્ટ બેનની સાથે સરકારે પણ લોકોને સસ્તી ડુંગળી વેચવાના પગલા લીધા અને બફર સ્ટોકમાંથી ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ. પ્રતિબંધ બાદ ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. આ કારણે દેશના તમામ ભાગોમાં માગ અને વપરાશ અનુસાર ડુંગળીનો પુરવઠો શરૂ થયો હતો. જથ્થાબંધ બજારોમાં ડુંગળીની સારી આવકને કારણે ભાવમાં નરમાઈ આવી છે. સાથે જ છૂટક ડુંગળીના ભાવમાં નરમાશની અસર પણ જોવા મળી હતી.
અહીં વાંચો: દરરોજ ના બજાર ભાવજો તમે દરરોજના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ, તેમજ ખેતી ની નવી પદ્ધતિઓ, ખેતી ના સમાચાર તેમજ ખેતીની દુનિયામાં આગળ રહેવા માટે અન્ય ખેતીની માહિતી મેળવવા માત્ર ખેડૂત માટેના “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી અને બીજા ખેડૂતોને પણ ગ્રુપમાં જોડવા વિનંતી.