Last updated on March 31st, 2024 at 11:41 pm
ચોમાસુ આગાહિ 2024: Monsoon Forecast 2024: અંબાલાલ ની આગાહિ: આ વર્ષે રાજ્યમાં શિયાળાનો અંત આવી રહ્યો છે પરંતુ તેમાં ઇચ્છિત ઠંડીનો અનુભવ થયો નથી. આ વર્ષે આખા શિયાળામાં ક્યારેય કડકડતી ઠંડીનો નજારો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ કેવો રહેશે અને કેટલા વર્ષ થશે તે અંગે લોકો અનુમાન લગાવી રહ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ચોમાસા અને આગામી સમયમાં ગરમી કેવી રહેશે તે અંગે આગળ આવ્યા છે.
હવામાન આગાહિ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો તમને ગરમીનો અહેસાસ કરાવશે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીની બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડી અને પછી બપોરે ગરમીનો અહેસાસ થાય છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી વાતાવરણમાં એકાએક ઠંડીમાં વધારો થયો છે. પરંતુ આ કોલ્ડ રાઉન્ડ હવે માત્ર 1-2 દિવસ જ ચાલે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પવનની ગતિ વધુ હોવાના કારણે આંબાના મોરનું નુકસાન થશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે કાળઝાળ ગરમી પડે છે. એપ્રિલ મહિનો નજીક આવતા જ ગરમીથી કંટાળેલા લોકો પુછવા લાગે છે કે વરસાદ ક્યારે આવશે. સાથે જ 2024 માટે વરસાદની આગાહી પણ આવવા લાગી છે. હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને વર્ષ એકંદરે સારું રહેશે. દેશની 2 હવામાન એજન્સીઓએ જણાવ્યું હતું કે અલ નીનો નબળો પડી રહ્યો છે, તેથી આ વર્ષે સારા ચોમાસાની સંભાવના છે.
ગુજરાતમાં આ સપ્તાહથી જ ગરમીનો પ્રકોપ શરૂ થઇ જશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે આકરી ગરમીની આગાહી કરી છે. હજુ ફેબ્રુઆરી મહિનો છે, પરંતુ એપ્રિલ, મે અને જૂનની ગરમી ગુજરાત માટે આકરો રહેશે. ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનામાં ખૂબ ગરમી પડે છે.
અહીં વાંચો : : 7/12 Anyror ગુજરાત જમીનનો રેકોર્ડ ચેક કરો
ચોમાસુ આગાહિ 2024
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે આકરો ઉનાળો આવે તેવી શક્યતા છે. 19-24 ફેબ્રુઆરીથી ગરમી પડવા લાગશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. ઉનાળુ પાક માટે આ વર્ષનો ઉનાળો અનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમી ઉત્તરોત્તર વધશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી જશે. મે મહિનામાં પણ ગરમી રહેશે.
મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગર પર હવાનું હળવું લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. વળી, 4 જૂનથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાનું હળવું લો પ્રેશર વધશે. જો કે તમામ લોકો માટે રાહતના સમાચાર એ છે કે તીવ્ર ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારુ રહેશે. અલ નીનોની અસર ઘટતાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની ધારણા છે.
હોમ પેજ | અહીં ક્લિક કરો |