Last updated on March 31st, 2024 at 10:57 pm
સામાન્ય રીતે હિંદુ પરંપરામાં હવામાન નિષ્ણાતો અને જ્યોતિષીઓ હોળીની જ્વાળામાંથી વર્ષનો વરસાદ કેવોરહેશે તેની આગાહી કરતા હોય છે. . હોળીની જ્વાળાઓ જે દિશામાં વહે છે તે મુજબ ચોમાસાની આગાહી કેવી રીતે કરવામાં આવશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે હોળીની જ્વાળાઓમાંથી વર્ષ કેવું વીતશે એ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત વાવાઝોડા સાથે થશે અને વરસાદ સારો રહેશે.
ખેતીની દુનિયામાં આગળ ખેતીની દુનિયામાં આગળ માટે અમારા “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપ માં જોડાવ.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગાંધીનગરથી જણાવ્યું હતું કે, આ વર્ષે હોળીની સાંજે સૂર્યાસ્ત બાદ પવન પશ્ચિમનો હતો, નેઋત્ય થી ફરી રહ્યો હતો તેથી આ વર્ષ સારું રહી શકે છે. પરંતુ વાવાઝોડાનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે. 26 એપ્રિલ બાદ મે અને જૂન સુધી આંધી-તોફાન આવી શકે છે અને તેની અસર બાગાયતી પાક પર પડી શકે છે.
તેમણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને અનુકૂળ હવામાનને કારણે ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરી હતી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ પરત વરસાદ સારો રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલ ઓક્ટોબરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ વર્ષે અંબાલાલ એવું કહી રહ્યા છે કે હોળીના મુજબ વધુ વાયુ વાવાઝોડાની સંભાવના બની શકે છે. આ વર્ષે મે અને જૂનમાં પવન વધુ મજબૂત બનશે. જૂન મહિનામાં વરસાદની સંભાવના છે.
અંબાલાલનું કહેવુ છે કે આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની સંભાવના છે. આ વર્ષે ખેડૂતો માટે સારો વરસાદ થશે, પાછળ ના સારા વરસાદની સંભાવના છે. આ સાથે તેમણે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી પણ કરી છે.
શહેરોના આજના બજાર ભાવ જાણવા અહીં ક્લિક કરો 👈
અંબાલાલ પટેલનું કહેવુ છે કે 26 એપ્રિલ બાદ ભારે ગરમી પડવાની સંભાવના છે, 10-11 મે બાદ ચક્રવાત આવવાની સંભાવના છે. જૂનમાં પણ દરિયાઈ પવનની લહેર બદલાય તેવી શક્યતા છે. અંબાલાલે આકરા ઉનાળાની શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ખેતીની દુનિયામાં આગળ ખેતીની દુનિયામાં આગળ માટે અમારા “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપ માં જોડાવ.
માર્ચ મહિનામાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે. અને 26 એપ્રિલ બાદ ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે,જે મે મહિનામાં તાપમાન 45ને પાર જતા હીટ વેવની શક્યતા છે. આમ, આ વખતે આકરી ગરમી બાદ ચોમાસાની શરૂઆત સાથે વાવાઝોડાની સ્થિતિ સર્જાવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
ફૂલોની ખેતી કરી ખેડૂતો બન્યા લખપતિ | અહીંયા ક્લિક કરો |
પીએમ સૂર્ય ઘર યોજના 👉 | અહીંયા ક્લિક કરો |
ચોમાસુ આગાહિ 2024 👉 | અહીંયા ક્લિક કરો |
સૂર્ય શક્તિ કિસાન યોજના 2024 👉 | અહીંયા ક્લિક કરો |
ગ્રીનહાઉસ ટેકનોલોજી 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેઈજ 👉 | અહીંયા ક્લિક કરો |
VIdeo
આંબલાલ પટેલે હોળી પરથી શું આગાહી કરી ?
સાંજે સૂર્યાસ્ત બાદ પવન પશ્ચિમનો હતો, નેઋત્ય થી ફરી રહ્યો હતો તેથી આ વર્ષ સારું રહી શકે છે. પરંતુ વાવાઝોડાનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે. 26 એપ્રિલ બાદ મે અને જૂન સુધી આંધી-તોફાન આવી શકે છે અને તેની અસર બાગાયતી પાક પર પડી શકે છે.
કોણ છે અંબાલાલ પટેલ?
અંબાલાલ દામોદરદાસ પટેલ. ગુજરાતમાં આ નામ ખૂબ જાણીતું છે. તેઓ હવામાન નિષ્ણાત છે.